સાબરકાંઠાના વડાલીમાં 7 મીમી કમોસમી વરસાદ નોંધાયોમોરબી : સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે આ આગાહી વચ્ચે સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામા 1થી 7 મીમી કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે.હિમાલિયન રિજીયનમાં હિમવર્ષા વચ્ચે સૌરાષ્ટ્ર ગુજરાતમા કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી સાચી ઠરી છે. છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમા પલ્ટો આવ્યો બાદ વાદળો છવાઈ જવાની સાથે ભેજનું પ્રમાણ વધી જતા સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામા કમોસમી વરસાદ શરૂ થયો છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સતાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના વડાલીમાં 7 મીમી, ઇડરમાં 6, ખેડબ્રહ્મામા 4, અરવલ્લીના ભિલોડા અને મેઘરજમા 2 - 2 મીમી તેમજ બનાસકાંઠાના પાલનપુરમા અને હિંમતનગરમાં એક એક મીમી કમોસમી વરસાદ નોંધાયો છે.