મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો આજે વધુ એક કેસ નોંધાયો છે. જેને પગલે એક્ટિવ કેસ વધીને 7 થઈ ગયા છે. મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ ગત શુક્રવારે 3 કેસ નોંધાયા હતા. ત્યારબાદ શનિવારે વધુ કેસ નોંધાયો હતો. રવિવારે બે કેસ નોંધાયા હતા. જ્યારે આજે સોમવારે આરોગ્ય વિભાગે જિલ્લાભરમાંથી 451 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યું હતું. જેમાંથી ટંકારા ગ્રામ્યની એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. એટલે હવે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 7 થઈ ગયા છે.