ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનોએ નવા નિરના કર્યા વધામણાં ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-2 સિંચાઈ યોજનાના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે ડેમના દરવાજા ખોલવાની મંજૂરી મળતા આજે સવારે 10:00 કલાકે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમી-2 જળાશયનું હાલનું લેવલ 44.80 છે અને તેનો ગ્રોસ જથ્થો 161.14 Mcft નોંધાયેલ છે. જળાશયમાં હાલ 122 ક્યુસેક પાણીની આવક (Inflow) થઈ રહી છે, જેની સામે ડેમનો 1 દરવાજો (ગેઇટ 02) ખોલીને હેઠવાસમાં 514 ક્યુસેક પાણી છોડવામાં (Discharge) આવી રહ્યું છે. આજે ડેમનો દરવાજો ખોલવામાં આવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનોએ નવા નિરના વધામણા કર્યા હતા. ડેમમાંથી પાણી છોડાવાનું હોવાથી હેઠવાસમાં આવતા મોરબી અને જામનગર જિલ્લાના કુલ 10 ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સેક્શન ઓફિસર, ડેમી-2 સિંચાઈ યોજના દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. આ નીચાણવાસના ગામોમાં ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ અને ડાયમંડનગર બેલા તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામ ખાતે પણ સાવચેતી રાખવા જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #Demi2Dam #Tankara #Jodiya #WaterRelease #Alert #Morbi