હળવદ : હળવદ તાલુકાના ટીકર રણમાં આવેલ ગુન્દ્રાણી સીમમાં રણની કાઠીએ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમતા આરોપી (૧) યોગેશભાઈ ધનજીભાઈ ચાવડા, રહે. ટીકર વાળો ઝડપાઇ ગયો હતો. જ્યારે આરોપી (૨) દિનેશભાઈ ગાંડુભાઈ પરમાર રહે. ટીકર (૩) વિપુલભાઈ ગોરધનભાઈ રાણેવાડીયા રહે.ટીકર (૪) મેહુલભાઈ લાભુભાઈ કોળી રહે. માનગઢ અને (૫) સાર્દુલભાઈ રાઘુભાઈ કોળી રહે. ટીકર વાળા નાસી ગયા હતા. આ દરોડામાં પોલીસે રોકડા રૂપિયા 6,600 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી નાસી ગયેલા આરોપીઓને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.