મોરબી : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મોરબીના પરશોતમ ચોકમાં પાર્ક કરેલ -20 કાર નં-GJ-06-EQ-5939માંથી અંગ્રેજી દારૂની સ્કોચ વ્હીસ્કીની બોટલો નંગ-96 (કી.રૂ. 1,92,000) તથા કાર મળી કુલ (કી.રૂ. 3,92,000)ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી એલ.સી.બી. ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબીના પરશોતમ ચોકમાં રાષ્ટ્રીય શાળા પાસે રહેતા બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાએ પોતાની ગ્રે કલરની I-20 કાર નં-GJ-06-EQ-5939 પરશોતમ ચોકમાં પાર્ક કરેલ છે. જે ગાડીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે અને આરોપી તેના મકાને હાજર છે. જેના આધારે મોરબી સીટી એ ડીવીજન પોલીસ પરશોતમ ચોકમાં રાષ્ટ્રીય શાળા પાસે આવતા કાર પાર્ક કરેલ હતી. જેથી, બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાને તેના રહેણાંક મકાનેથી બોલાવી ગાડી ખોલાવી ચેક કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ વ્હીસ્કીની બોટલો નંગ-96 (કીંમત રૂ. 1,92,000) મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ કી.રૂ. 3,92,000નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આ કેસમાં રાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા (રહે.મોરબી-૨, સામાકાંઠે ગુહા.બોર્ડ, રામેશ્વર મંદીર સામે)નું નામ પણ ખુલ્યું છે. પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.