બપોરે 2 વાગ્યે અને 1 મિનિટે આવેલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબીથી 15 કિમી દૂર મોરબી : મોરબીમાં આજે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, રાજ્યના સિસ્મોલોજી વિભાગના સતાવાર સૂત્રોએ ભૂકંપની તીવ્રતા 1.9 રિક્ટર સ્કેલ હોવાનું જાહેર કર્યું છે. રાજ્યના સિસ્મોલોજિ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોરે બે વાગ્યેને એક મિનિટે 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરબીથી ઉત્તર પૂર્વમાં 15 કિલોમીટર દૂર હોવાનું જાહેર કરાયું છે. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોય લોકોએ આંચકાનો અનુભવ કર્યો ન હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..