ટંકારાના નાના રામપર ગામના યુવાને ચાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબી : ટંકારા તાલુકાના નાના રામપર ગામના યુવાનને મોરબીના ચાર ગઠિયાઓએ રીઝેક્ટ ટાઇલ્સ આપવાનું કહી રૂપિયા 1.26 લાખની છેતરપિંડી આચરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચાર ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના નાના રામપર ગામે રહેતા હાર્દિકભાઈ પ્રભુલાલ મંડાણીને મોરબીના હળવદ ઘુંટુ રોડ ઉપર સીરામીક એમ્પાયર કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 606માં ગઠીયાઓનો ભેટો થઇ ગયો હતો. અહીં આરોપીઓએ હાર્દિકભાઈને રિજેક્ટ ટાઇલ્સ આપવાનું જણાવી 56 હજાર રોકડા તેમજ 70 હજાર આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ બાદમાં ટાઇલ્સ ન આપતા હાર્દિકભાઈએ આરોપી સચિન, વિશાલ દોશી, પ્રતાપ પરમાર અને આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતા ધારક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ગઠીયાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.