ટંકારા : ખૂબ અઘરી માનવામાં આવતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની (CBSE) પરીક્ષામાં ટંકારાના નાનકડા એવા જીવાપર ગામના વિદ્યાર્થીએ ગુજરાત લેવલે ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ, બેંગ્લોરમાં અભ્યાસ કરતા ટંકારાના જીવાપર ગામના ખેડૂતના પુત્ર ભૂમિલ અતુલભાઈ દુબરીયાએ CBSE 10માં ધોરણની પરીક્ષામાં 94.40% સાથે શાળામાં પ્રથમ, ગુજરાતના ટોપ ટેન અને સમગ્ર ભારતમાં 28મો ક્રમ મેળવીને મોરબી જિલ્લા સહિત ટંકારા અને શાળાનું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બહુ અધરી માનવામાં આવતી પરીક્ષામાં બહુ તૈયારી અને અથાક મહેનત કરવી પડતી હોય છે. ત્યારે આ બાબતે ભુમિલ કહે છે કે માત્ર ઈરછા શક્તિ હોય તો બાકીનું બધુ તો ગુરૂ દેવ પાસેથી મળી રહે છે. તેની સફળતા માટે તેના માત પિતાને પણ એટલા જ સહભાગી ગણાવે છે. ભણવામાં ખુબ જ હોશિયાર એવા ટંકારાના ભૂમિલે ઝળહળતું પરિણામ મેળવીને અન્ય વિધાર્થીઓને પ્રેરણા પુરી પાડી છે. ભૂમિલ તેમજ દુબરીયા પરિવાર પર મિત્રો, સ્નેહીજનો અને હિતેચ્છુઓ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news