Morbi: મોરબીના લખધીરગઢ ગામે આજે સવારે 7 વાગ્યાથી જ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે વોટીંગ દરમિયાન મશીન બગડતા થોડીવાર માટે મતદાન પ્રક્રિયા અટકી હતી. વોટીંગ મશીનમાં ખામી સર્જાતા તેને તરત જ બદલી દેવાતા ફરી મતદાન શરૂ થયું હતું. લખધીરગઢ ગામે આવેલી પ્રાથમિક શાળામાં 412 જેટલા મત પડ્યાં બાદ વોટીંગ મશીનમાં ખામી સર્જાઈ હતી. જોકે, તાત્કાલિક તેને બદલીને મતદાનની પ્રક્રિયા આગળ ચાલી હતી.