મોરબી : મોરબી જિલ્લાની સર્વ સમાજની દીકરીઓ માટે રહેવા, જમવા અને બેડિંગની તમામ સુવિધાઓ સાથે 'વાત્સલ્યમ' છાત્રાલયનો જૂન 2024થી શુભારંભ થઈ રહ્યો છે.વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત 'વાત્સલ્યમ' કન્યા છાત્રાલય અને મહિલા હોસ્ટેલ જુન 2024થી શરૂ થશે. જેમાં સર્વ સમાજની દીકરીઓને રહેવા-જમવા અને બેડિંગની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ છાત્રાલયમાં વિદ્યાર્થીની માટે માસિક ફી રૂપિયા 500 તેમજ નોકરીયાત માટે માસિક ફી રૂપિયા 1000 રહેશે. આ છાત્રાલય માટે ગંગાસ્વરૂપ સહાય સમિતિ તથા મોરબી રાષ્ટ્રીય સેવા મંડળનો સહયોગ પ્રાપ્ત થયો છે. વધુ માહિતી માટે પ્રમુખ ડો.પરેશકુમાર પારીઆ (87329 18183)નો સંપર્ક કરવો.