મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી જુના મહાજન ચોક પાસે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરનો જુગાર રમી રહેલા આરોપી કાંતીલાલ દેવરાજભાઇ ડાભી અને જગદીશભાઇ રમેશભાઇ નંદેસરીયાને રોકડા રૂપિયા 2900 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.