મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશીપ નજીક નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે નવરાત્રી દરમિયાન આસપાસના રહેણાંક વિસ્તારમાં સખત ઘોંઘાટ થતો હોય તેમજ વિદ્યાર્થીઓ, ઘરડા અને બીમાર લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય જેથી આ આયોજન બંધ કરાવવા સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરાઇ છે.