રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં બીજો નંબર મેળવી મોરબીનુ ગૌરવ વધાર્યું મોરબી : ભારત વિકાસ પરિષદ દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી નવયુગ પરિવાર તેમજ મોરબીનું ગૌરવ વધાર્યુ છે. સમૂહ ગાન સ્પર્ધા માટે વિદ્યાર્થીઓને સંગીત તજજ્ઞ મુનિરભાઈ વાલેરા તથા તુષારભાઈ પૈજાએ તૈયારી કરાવવી હતી. વિજેતા તમામ વિદ્યાર્થીઓએ અને તેમના શિક્ષકોને નવયુગ સંકુલના પી. ડી. કાંજીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.