મોરબી: મોરબીમાં ગઈ કાલ સાંજે ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. આ સુસવાટા ભર્યા પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક વૃક્ષ ધરાસાઇ થયા હતા અને ફેકટરી અને ઘરોના પતરા ઉડયા હતા. મોરબીના રોહિદાસપરા પાસે આવેલા વિજયનગર-1માં એક મકાનના પતરા ઉડ્યા હતા. આ અંગે મકાન માલિક પ્રવિણભાઇ પરમારે જણાવ્યું હતું કે, “અમે પતિ-પત્નિ અને બે પુત્રો વિજયનગરમાં રહીએ છીએ. ગઈ કાલે આવેલા મીની વાવાજોડામાં અમારા મકાનના બીજા માળે પતરા વાળા બે રૂમનાં પતરા ઉડી ગયા હતા. જેમાં એક રૂમમાં તો બાજુના ઘરમાંથી 20 થી 25 ઇંટો પડી હતી અને ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. સદનસીબે અમે પરિવાર સાથે બજારમાં ખરીદી કરવા ગયા હોવાથી કોઈ ઘરે ન હતા. તેથી મોટી જાનહાની ટળી હતી.