મોરબી : આગામી તારીખ 27 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે સમગ્ર રઘુવંશી સમાજની શૌર્યગાથાનો ઈતિહાસ ઉજાગર કરતાં રંગ છે રઘુવંશી ને પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.લોહાણા સમાજના બારોટ નિકુલભાઈ તેમજ અકિલાના કિરીટભાઈ ગણાત્રા દ્વારા રઘુવંશી સમાજની વિવિધ અટકોના શહીદવીરો તથા સતીમાતાઓના 47 પાળીયાની તસ્વીરો સાથેનું પુસ્તક રંગ છે રઘુવંશી ને નું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકમાં સમગ્ર રઘુવંશી સમાજની શૌર્યગાથાનો ઈતિહાસ ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પુસ્તકનું વિમોચન મોરબીના ખોખરા હનુમાનધામ (બેલા) ખાતે તારીખ 27 ઓગસ્ટ ને રવિવારના રોજ સાંજે 4 કલાકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના હસ્તે 51 ઋષિકુમારો દ્વારા વેદ-મંત્રોચ્ચાર અને શૌર્ય સંગીત સાથે કંકુ-ચોખા અને ફૂલવર્ષા કરીને કરવામાં આવશે. આ પ્રસંગે મોરબીના રઘુવંશી પરિવારોને ઉપસ્થિત રહેવા સમિતિના સભ્યો રૂચિરભાઈ કારીયા, ચંદ્રેશભાઈ આડઠક્કર, ગૌરવભાઈ કારીયા, પરેશભાઈ આડઠક્કર, પ્રતિકભાઈ રવેશીયા, સાગરભાઈ રવેશીયા, પ્રવિણભાઈ તન્ના, ધીરુભાઈ તન્ના, અશોકભાઈ તન્ના તેમજ તમામ સભ્યો દ્વારા આમંત્રણ પાઠવાયું છે. પુસ્તક વિમોચન બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું છે.