મોરબી : મોરબી જીલ્લાની પંચાસર પ્રા. શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતા પાઠ્યપુસ્તક, શિષ્યવૃત્તિ, યુનિફોર્મ તેમજ બાળકોને બપોરના સમયે આપવામાં આવતું ભોજન જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ વાલી મિટીંગમાં પંચાસર શાળાની ભૌતિક સુવિધાઓ જેવી કે પુસ્તકાલય , સ્માર્ટ ક્લાસરૂમ , ઇન્ટરનેટની સુવિધા , સ્વચ્છ શૌચાલય , હવા ઉજાસવાળા વર્ગખંડો જેવી બાબતોથી વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા. તેમજ બાળકોના શારિરીક વિકાસ માટે જુદી જુદી રમતના સાધનોની કિટ વિશે પણ જણાવવામાં આવ્યુ. ધોરણ 1 થી 5 માં રમત ગમત સાથે પ્રવ્રુતિમય શિક્ષણ તથા ધોરણ 6 થી 8માં ડિઝિટલ કન્ટેન દ્વારા શિક્ષણ બાબતની ચર્ચા કરવામાં આવી. તેમજ અઠવાડિયે એક વાર એકમ કસોટી તથા નબળા બાળકો માટે ઉપચારાત્મક શિક્ષણ જેવી સુવિધાઓની વાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરિક્ષાઓ જેવી કે જ્ઞાનસાધના , NMMS , PSE , CET , જવાહર નવોદય જેવી વિવિધ પરિક્ષાઓથી માહિતગાર કરવામાં આવ્યા. દરેક વાલીઓએ આ મિટિંગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાલીઓએ વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા તેમજ સ્ટાફને સંપુર્ણ સહકાર આપવા જણાવ્યું હતું. તેમજ તેઓએ એમ પણ જણાવ્યું કે જેના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ માટે જાય છે તેમને પણ તેઓ સમજાવશે.આ મિટિંગને સફળ બનાવવા બદલ પંચાસર શાળા પરિવાર સર્વે વાલીનો આભાર વ્યક્ત કર્યો હતો.