પરવાનગી વગર દીવાલો ઉપર પોસ્ટર જાહેરાત કે ચિતરામણ નહીં કરી શકાયમોરબી : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઢગલાબંધ વિવિધ ચૂંટણીલક્ષી જાહેરનામા પ્રસિદ્ધ કરી પરવાનાવાળા હથિયાર જમા કરવવા આદેશ કરવાની સાથે પરવાનગી વગર દીવાલો ઉપર પોસ્ટર જાહેરાત કે ચિતરામણ નહીં કરવા તેમજ વિવિધ નિયંત્રક જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે.મોરબી જિલ્લા મેજીસ્ટ્રટ કે.બી.ઝવેરીએ લોકસભા ચૂંટણીને લઈ અલગ અલગ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે, જે અંતર્ગત ચૂંટણીને લઈ જિલ્લાના તમામ હથીયાર પરવાનેદારોએ પરવાના હેઠળના હથીયારો નજીકના અને સબંધિત પોલીસ સ્ટેશનમાં સાત દિવસમાં અનામત તરીકે જમા કરાવવા આદેશ કર્યો છે. આ તમામ હથિયારો ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી તા.6 જૂન બાદ પરત કરવામાં આવશે.સાથે જ ચૂંટણી દરમિયાન પ્રચાર સમયમગાળામાં ખાનગી અને જાહેર મિલ્કતની વિકૃતિ અને બગાડ અટકાવવા બાબતે પણ નિયંત્રણ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરી પરવાનગી વગર કોઈપણ ખાનગી કે જાહેર મિલ્કતો ઉપર ચિતરામણ ન કરવા તેમજ પોસ્ટર ન લગાવવા આદેશ કર્યો છે.આ ઉપરાંત ચૂંટણી સમયગાળા દરમિયાન સબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી પાસે વાહન રજીસ્ટર કરાવ્યા વિના ચૂંટણીના કામે નહીં વાપરવા તથા ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવા તેમજ સક્ષમ અધિકારીની પુર્વ પરવાનગી મેળવ્યા વિના ચાર કરતા વધારે વ્યકિતઓઓ એકત્રિત નહીં થવા કે સભા નહીં ભરવા તેમજ સરઘસ નહીં કાઢવા તેમજ જાહેરનામાથી સભા,સરઘસની પરવાનગી માટે મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવા બાબત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.આ ઉપરાંત ઉમેદવારી પત્ર રજુ કરવા સમયે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અને અન્ય ચાર વ્યકિત મળી પાંચ જ વ્યકિતઓએ દાખલ થવા તેમજ કચેરીના ૧૦૦ મી. આસપાસના વિસ્તારમાં ત્રણ થી વધારે વાહનો સાથે નહીં પ્રવેશવા બાબતનુ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમજ પોસ્ટર, પેમ્ફલેટ વગેરે ચૂંટણી પ્રચાર વિષયક સાહિત્ય છાપનાર મુદ્રક તથા પ્રકાશકે છાપકામ કર્યાના ત્રણ દિવસમાં ડેકલેરેશન રજુ કરવા આદેશ આપતું જાહેરનામું અમલી બનાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..