મોરબી: મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જિગ્નેશભાઈ મિયાત્રાનાં પિતા દેવદાનભાઈ મિયાત્રાને મળી આવેલો એક ચેક તેમણે મૂળ માલિકને પરત કર્યો હતો. આ 46 હજાર રકમ લખેલો ચેક દેવદાનભાઇને મળ્યો હતો. તેમણે આ ચેકના માલિકની શોધખોળ કરીને આ ચેકનાં માલિક વિજયભાઈ સોમાભાઈ સિહોરાને પરત કરીને પ્રામાણિકતા દાખવી હતી. પ્રામાણિક માણસોનો હજુ તોટો નથી તેમ દેવદાનભાઇનાં કામ પરથી જણાય છે.