મસ્ક્તની શાનદાર હોટેલના ઇવેન્ટનું આયોજન : ઉદ્યોગકારોએ મોટી સંખ્યામાં ખરીદદારો સાથે રચ્યા સંબંધોના સેતુ : મોરબીની અવનવી ટાઈલ્સ ઉપર ખરીદદારો થયા ઓતપ્રોતમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓમાનના મસ્ક્ત શહેરની આલીશાન W Muscat હોટેલમાં સિરામિક્સ કનેક્ટ 2024નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો પણ જોડાયા હતા. આ ઇવેન્ટમાં અવનવી ટાઇલ્સની પ્રોડક્ટ નિહાળી ખરીદદારો પણ દંગ રહી ગયા હતા.મસ્ક્તમાં આયોજિત સિરામિક કનેક્ટ 2024 એ એક પ્રીમિયર B2B ઇવેન્ટ હતી. જેમાં સિરામિક ઉદ્યોગના મેન્યુફેકચર્સ, સંશોધકો અને ખરીદદારોને એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં તમામ મેન્યુફેકચર્સ અને ખરીદદારો વચ્ચે B2B સાથે બન્ને વચ્ચે સંબંધોના સેતુ રચાયા હતા. આ ઇવેન્ટમાં જોડાનાર તમામ સહભાગીઓએ ઇવેન્ટને સફળ ગણાવી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.મોરબીના ઉદ્યોગકારોના મંતવ્યોઅમે ઈવેન્ટનો જે માહોલ હતો તે ખરેખર ઉત્સાહજનક હતો. અમારા નવા ઉત્પાદનોને પ્રદર્શિત કરવાની અને ઉદ્યોગમાં અન્ય લોકો શું કરી રહ્યા છે તે જોવાની આ એક ઉત્તમ તક હતી. બાયર્સ સાથે જે સંબંધો બન્યા છે. તે હવે આજીવન રહેશે.- વિકી ઘોડાસરા (મેટ્રો ગ્રુપ મેનેજીંગ ડિરેક્ટર)સિરામિક્સ કનેક્ટ ઇવેન્ટમાં ભાગ લઈને અપેક્ષા મુજબ અમે અનેક ખરીદદારો સાથે જોડાણ કર્યું. આ ઇવેન્ટ અમારા માટે ફળદાયી નીવડી છે.- જીત ભોરણીયા(ALIVE ગ્રેનિટો એક્સપોર્ટ ડિરેક્ટર)ઓમાનના ખરીદદારો સાથે જોડાવાનો અમારો જે લક્ષ્ય હતો તેનાથી પણ સારા પરિણામો અમને મળ્યા છે. અહીં જે ખરીદદારો સાથે મુલાકાત થઈ છે તેનાથી લાંબા સમય સુધી વ્યાપાર થવાની આશા છે.-પ્રિન્સ વિરસોડિયા(WATERO બાથ એક્સપોર્ટ ડિરેક્ટર)આ B2B ઇવેન્ટમાં જોડાઈને અમને અમારી નવીન પ્રોડક્ટ્સ નિશ્ચિત ખરીદદારો સમક્ષ રજૂ કરવાની તક મળી. અમને જે પ્રતિસાદ મળ્યો છે તે સરાહનીય છે, અને અમે ભવિષ્યની ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે પણ આતુર છીએ.- અશ્વિન વાંસજાળીયા(VALENZA સિરામિક્સ મેનેજિંગ ડિરેક્ટર)ઇવેન્ટ અને તેનું મેનેજમેન્ટ ખૂબ સારૂ હતું. અમને ટાઇલ ઉદ્યોગના ખરીદદારો સાથે જોડાવાની સારી તક મળી છે, જે અમારા વ્યવસાયમાં નિકાસને નવી ઉંચાઈએ પહોંચાડશે તેવી આશા છે.-જીગર પટેલ(TAURUS ટાઇલ્સ મેનેજીંગ ડિરેકટર)B2B ઇવેન્ટ અમારા માટે નોંધપાત્ર સફળતા હતી. તેમાં સંભવિત ખરીદદારો સાથે સીધી વાતચીત કરવાની તક મળી. ઇવેન્ટથી અમને અમારી માર્કેટ પહોંચને વિસ્તારવામાં અને ઉદ્યોગમાં મજબૂત સંબંધો બનાવવામાં મદદ મળશે.-ચિરાગ પટેલ( ઉદય ગ્રેનિટો ડિરેક્ટર)જય શેઠ(ફાઉન્ડર & CEO)મો.નં.9967976661jay@ceramixconnect.comસિરામિક્સ કનેક્ટ વિશે:સિરામિક્સ કનેક્ટ એ એક અગ્રણી B2B ઇવેન્ટ છે જે સિરામિક ટાઇલ અને સેનિટરી વેર ઉદ્યોગ પર કેન્દ્રિત છે. તેનું ધ્યેય ઉદ્યોગ વ્યાવસાયિકોને કનેક્ટ કરવા, સહયોગ વધારવા અને નવીનતા લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે.