કાર ડ્રાઇવરને નીંદર આવતી હોય અન્ય યુવાને રાજકોટથી કાર ચલાવવાનું શરૂ કર્યું અને તેને પણ ઝોકું આવતા કાર પુલ સાથે અથડાઈ વાંકાનેર : અરવલ્લી જિલ્લાના મોડાસાના મિત્રો દ્વારકા દર્શન કરીને પરત જતા હતા તે વેળાએ કાર ડ્રાઇવરને નીંદર આવતી હોય અન્ય યુવાને રાજકોટથી કાર ચલાવવાનું શરૂ કર્યા બાદ આ યુવાનને વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઝોકું આવી જતા કાર પુલ સાથે અથડાતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જયારે કારમાં બેઠેલા અન્ય ત્રણ ને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની પ્રોફેસર વર્ષાબેન હિતેષભાઇ પટેલે જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ તેમના ભાઈ અલ્કેશકુમાર રમણલાલ પટેલ રહે. પીપલોદ સુરત, પતિ હિતેષભાઇ કેશવભાઇ પટેલ, તેમના પતિના મિત્ર નિલેશભાઇ ઇન્દ્રવદનભાઇ ત્રિવેદી અને કારના ચાલક હિંમતભાઇ રેવાભાઇ પરમાર દ્વારકા દર્શને ગયા હતા જ્યાંથી પરત ફરતી વેળાએ તા.24ના રોજ રાત્રીના સમયે કાર ચાલક હિંમતભાઇ રેવાભાઇ પરમારને નીંદર આવતી હોય તેમના ભાઈ અલ્કેશકુમાર રમણલાલ પટેલે રાજકોટથી કાર ચલાવી હતી અને વાંકાનેર બાઉન્ડ્રી નજીક પહોંચતા અલ્કેશભાઈને ઝોકું આવી જતા કાર પુલ સાથે અથડાતા વર્ષાબેનના પતિ હિતેશભાઈને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.વધુમાં આ અકસ્માતમાં અલ્કેશકુમાર રમણલાલ પટેલ,નિલેશભાઇ ઇન્દ્રવદનભાઇ ત્રિવેદી અને કારના ચાલક હિંમતભાઇ રેવાભાઇ પરમારને ઈજાઓ પહોંચતા પ્રથમ રાજકોટ બાદ અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે વાંકાનેર તાલુકા પોલીસે વર્ષાબેનની ફરિયાદને આધારે કાર ચલાવી રહેલા અલ્કેશભાઈ પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.