કાલિકા પ્લોટમાં પોતાના ઘેર દવા પી લીધા બાદ સારવારમાં મૃત્યુમોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મીઠાના વેપારી યુવાનનો ધંધો ત્રણ વર્ષથી બંધ થઈ ગયા બાદ ધંધો શરૂ કરવા માટે પ્રયાસ શરૂ કરવા છતાં ધંધો શરૂ ન થતા પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના કાલિકા પ્લોટમાં આવેલ જેઠા ગલીમાં રહેતા ઉમંગભાઈ નિરંજનભાઈ લખતરિયા ઉ.41 નામનો યુવાન પોતાના પિતા સાથે માળીયા ખાતે મીઠાનો ધંધો કરતા હતા. આ મીઠાનો ધંધો ત્રણ વર્ષથી બંધ થઈ જતા ધંધો ફરી શરૂ કરવા પ્રયાસો કરવા છતાં ધંધો શરૂ થતો ન હોય ઉમંગભાઈને મનોમન લાગી આવતા ગત તા.31ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.