વાંકાનેર સીટી પોલીસની કાર્યવાહીવાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસ ટીમે દરોડો પાડી આરોપી (૧) રમેશભાઇ અમુભાઇ સારલા (૨) વાહીદભાઇ અમીભાઇ વડાવીયા (૩) રફીકભાઇ હસનભાઇ વડાવીયા (૪) નઝરૂદીનભાઇ જીવાભાઈ કડીવાર (૫) ફિરોજભાઇ મામદભાઇ શેરસીયા (૬) રફીકભાઇ અબ્દુલભાઇ શેખ (૭) અબ્દુલભાઇ વલીમામદભાઇ બાદી (૮) પ્રવિણભાઇ મનસુખભાઇ કુકાવા અને (૯) મહેબુબભાઇ આમદભાઇ શેરસીયાને રોકડા રૂપિયા ૪૧,૩૦૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.