મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર મહેન્દ્રનગર નજીક જીજે - 06 - એવી - 2551 નંબરની ખોડિયાર ટ્રાવેલ્સની બસના ચાલકે એકતરફનો રસ્તો બંધ હોવા છતાં પુરપાટ ઝડપે પોતાની બસ ચલાવી સામેથી આવતી ફરિયાદી હર્ષદરાય રતિલાલ જાની રહે.રતનપર, સુરેન્દ્રનગર વાળાની વેગનઆર કાર સાથે બસ અથડાવી અકસ્માત સર્જતાં હર્ષદરાયને હાથમાં, પાસળીના ભાગે તેમજ પેટમાં ઇજાઓ પહોંચતા ટ્રાવેલ્સ બસના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.