લાલપરમાં તીનપતિ અને જેલરોડ ઉપર નોટ નંબરીનો જુગાર રમાતો હતોમોરબી : મોરબી શહેર અને તાલુકામાં પોલીસે અલગ અલગ બે દરોડામાં તીનપતિ અને નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોને કુલ રૂપિયા 17,500 રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જુગારના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામે ત્રિવેણી મોઝેક ટાઇલ્સના કારખાના પાસેથી આરોપી ઇમરાન કાદરભાઈ મોટલાણી રહે.વીસીપરા અને દિનેશ મોહનભાઇ ઠોરિયા રહે.લાલપર નામના શખ્સને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ 11,500 રોકડા કબ્જે કર્યા હતા. જ્યારે સીટી એ ડિવિઝન પોલીસે જેલરોડ ઉપર પશુ દવાખાના પાછળ જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી સીદીક યુસુફભાઈ મોવર અને યુસુફ મામદભાઈ જુણાચને રોકડા રૂપિયા 6 હજાર સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.