એક આરોપીના મોટાબાપુનું અવસાન થયુ હોય, તે નિમિતે મટનની દાવત માટે ત્રણેય લોકો શિકારે નીકળ્યા હતા : બન્ને આરોપીઓ અને મૃતક વચ્ચે બોલાચાલી થતા ઢીમ ઢાળી દેવાયુંમોરબી : માળિયા મિયાણાના વવાણીયા નજીક શિકાર કરવા જતી વેળાએ યુવકની ગોળી મારી હત્યા કરવાના બનાવમાં પોલીસે બે શખ્સોને પકડી પાડી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. માળિયા મિયાણા પોલીસની યાદીમાં જણાવ્યા અનુસાર ગત તા.3ના રોજ રાત્રીના 8 વાગ્યાના અરસામાં વવાણીયા ગામની સીમમાં ત્રણ યુવકો શીકાર કરવા ગયેલ હોય અને આ દરમ્યાન એક યુવક વશીમ ગુલામહુસેન પીલુડીયા ઉ.વ.38ને ગોળી વાગતા મોરબી સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ જતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ શંકાસ્પદ જણાતા મરણજનારના પિતા ગુલામહુસેનભાઇ અબ્દુલભાઇ પીલુડીયાની ફરિયાદ લઈ પોલીસે આગળની તપાસ ચલાવી હતી. પોલીસે મરણજનાર સાથે શીકાર કરવા ગયેલ ફારૂક ઉર્ફે અસલમભાઈ ગફુરભાઈ મોવર રહે મોરબી તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેઠા રહે. માળીયાને પકડી પૂછપરછ કરતા બન્નેએ કબુલાત કરી હતી કે શીકાર કરવા ગયેલ ત્યારે મૃતક યુવકને અસલમ તથા જાવલા સાથે બોલાચાલી થઈ હતી. જેથી જાવલાએ તેની પાસે રહેલ હથિયારમાથી ફાયરીંગ કરતા વસીમના જમણા ખભાના ભાગે તથા ગળાના ભાગે ગોળી વાગતા તેનું મોત થયુ હતું. આ મામલે ડીવાયએસપીએ વિગતો જાહેર કરતા જણાવ્યું કે આરોપી જાવલાના મોટાબાપુનું અવસાન થયું હોય, જે સંદર્ભે મટનની દાવત કરવાની હોય આ યુવકો શિકાર માટે ગયા હતા. આ દરમિયાન ઝઘડો થતા ગોળી મારી હત્યા કરવામાં આવી છે.