માળીયા મિયાણા પોલીસે ચૂંટણી અનુસંધાને લઈ જવાતા દારૂ સાથે બે શખ્સને દબોચ્યામોરબી : માળીયા મિયાણા પોલીસે નગરપાલિકા ચૂંટણી અનુસંધાને ચેકીંગ હાથ ધરી સુરજબારી ચેકપોસ્ટ ખાતેથી બોલેરોના ચોરખાનામાં છુપાવી લઈ જવાતા વિદેશી દારૂના જંગી સાથે બે શખ્સને દબોચી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે નગરપાલિકા ચૂંટણી અનુસંધાને હાથ ધરેલા ચેકીંગ દરમિયાન સુરજબારી ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમિયાન જીજે - 36 - ટી - 1992 નંબરની બોલેરો ચેક કરતા આરોપી દશરથ હરકનભાઈ ખાંભલા રહે. રામપુરા છોટા, બનાસકાંઠા અને બાબુભાઇ જીવાનાજી ભાડચા રહે.રાજસ્થાન વાળાના કબ્જા વાળી બોલેરો ગાડીના ચોરખાનામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 232 બોટલ કિંમત રૂપિયા 2,51,042 મળી આવતા પોલીસે રૂપિયા 3 લાખની કિંમતની બોલેરો ગાડી જપ્ત કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.