મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ રોડ-રસ્તાની હાલત દયનીય હાલતમાં છે. મહાનગરપાલિકા બન્યાને એક મહિના ઉપર જેટલો સમય થઈ ગયો છે. ત્યારે લોકો પ્રાથમિક સુવિધાઓ મળે તેવી માગ કરી રહ્યા છે. ત્યારે મોરબીના દલવાડી સર્કલ પાસે હાઈવે પર મસમોટો ખાડો પડી ગયો છે. આ હાઈવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે. ત્યારે આ ખાડાના કારણે અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓ પૂરવામાં આવે તેવી વાહનચાલકો માગ કરી રહ્યા છે.