ગઈકાલે 7 ફોર્મ રદ થયા હતા, આજે એક ફોર્મ પરત ખેંચાયું : સૌથી વધુ ભાજપના 11 ઉમેદવાર તથા કોંગ્રેસ અને બસપાના એક-એક ઉમેદવાર બિનહરીફ થયાવાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. હવે કુલ 28 વોર્ડમાંથી 13 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તેમાં સૌથી વધુ 11 ઉમેદવારો ભાજપના છે.વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે તા.16 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. વાંકાનેર નગરપાલિકા માટે કુલ 53 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ફોર્મ ચકાસણી વેળાએ 7 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી કરીને બાકી રહેલા 45 ઉમેદવારોમાંથી કુલ 13 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ભાજપના 11 ઉમેદવાર તથા કોંગ્રેસ અને બસપાના એક-એક ઉમેદવારનો સમાવેશ થાય છે. જે વોર્ડમાંથી ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તેમાં વોર્ડ નંબર 1ના 4, વોર્ડ નંબર 5 ના 4 અને વોર્ડ નંબર 3 અને 7 માંથી 2-2 અને વોર્ડ નંબર 4 માંથી 1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જોકે હવે બાકી રહેલી 15 બેઠકો માટે 32 ઉમેદવારો ચૂંટણી લડવાના છે.