પ્રાથમિક શાળાઓમાં માળખાગત સુવિધાઓ વધારાશે અને શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવાશે, વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે અને સફળતા મેળવે તેના માટે પ્રેરાશેમોરબી : મોરબીમાં વર્ષ 2025માં શુ લક્ષ્ય છે. શુ કામગીરી કરવામાં આવશે ? તે અંગે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ મોરબી અપડેટ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવશે.ડીડીઓએ જણાવ્યુ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જન સુવિધા વધે, ત્યાં આરોગ્ય સેવાની ગુણવતા વધુ સારી બને તેવા પ્રયત્નો રહેશે. સંસ્થાકીય ડિલિવરી પીએચસીમાં વધે તેવા પ્રયત્નો કરાશે. પીએમજેવાયનો વ્યાપ વધે તે માટે પણ પગલાં લેવાશે. સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયત્ન કરીશું. સજ્જનપરા અને વાઘગઢમાં પ્રાથમિક શાળામાં જે માળખાગત સુવિધાઓ ઉભી થઇ છે. તે પ્રકારની માળખાગત સુવિધા અને શિક્ષણનું સ્તર તમામ શાળાઓમાં ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન કરવામાં આવશે.શૈક્ષણિક સ્તરે જુદી જુદી કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે અને સફળતા મેળવે તે માટે પ્રયત્નો કરીશું. બાળ કલ્યાણ ક્ષેત્રે પણ અનેક સુધારાઓ લાવવામાં આવશે. અતિ કુપોષિત બાળકોની સંખ્યા 2.49% છે. મધ્યમ સ્તરના કુપોષિત બાળકોની સંખ્યા 11% છે. અતિ કુપોષિત બાળકોની સંખ્યા 1%થી નીચે લાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે.