મહેન્દ્રનગર-પીપળીયા ચાર રસ્તા રોડ, વાંકાનેર બાયપાસ રોડ, વાંકાનેર-કુવાડવા રોડનું રીસર્ફેસિંગ થશેમોરબી : મોરબીમાં વર્ષ 2025માં શુ લક્ષ્ય છે. શુ કામગીરી કરવામાં આવશે ? તે અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.કે.સોલંકીએ કહ્યું કે અનેક નવા રોડ મંજૂરીની રાહમાં છે અને જે મંજુર થયા છે તેનું કામ ઝડપી રીતે આગળ વધારવામાં આવશે.માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.કે.સોલંકીના જણાવ્યા મુજબ વાંકાનેર બાયપાસ રોડનું રિસર્ફેસિંગનું કામ કરવામાં આવશે. મહેન્દ્રનગર-પીપળીયા ચાર રસ્તા વાળો રોડ છે એને 8 કરોડના ખર્ચે રિસર્ફેસ કરવામાં આવશે. બીજા નવા રોડ મંજુર થવામાં છે. મોરબી- નવલખી ફોર લેન મંજુર થયો છે. તેના માટે જમીન સંપાદન થશે. ધ્રાંગધ્રા- ટીકર રોડ ઉપર તેમજ વાંકાનેર- કુવાડવા રોડ ઉપર બ્રિજ મંજુર થશે. તેમજ આ રોડનું રીસર્ફેસિંગનું કામ થશે. વાંકાનેર- માથક -પલાસ રોડ પહોળો કરવામાં આવશે.