સાઇબર ક્રાઈમના કેસોમાં ઝડપી કાર્યવાહી માટે મહેકમ વધારવામાં આવશે, ઉપરાંત ટીમને ટેક્નિકલ ટ્રેનિંગ તેમજ જે ઇકવિપમેન્ટની જરૂર હશે તે પ્રોવાઇડ કરાશેમોરબી : મોરબીમાં વર્ષ 2025માં શુ લક્ષ્ય છે. શુ કામગીરી કરવામાં આવશે ? તે અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મોરબી અપડેટ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે સાયબર ક્રાઈમ અને ઓર્ગેનાઇઝ ક્રાઈમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે પોલીસ દ્વારા તમામ ગુનાખોરી ઉપર કડકાઈ દાખવવાનું ચાલુ રખાશે. ટ્રાફિક સમસ્યા છે તે હળવી કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત અકસ્માતો ઘટે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. જાહેર જગ્યાઓએ સલામતી જળવાઈ રહે તેવા પગલાં લેવામાં આવશે. વ્યાજખોરીના દુષણ સામે પણ કડક હાથે કામ લેવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે ઓર્ગેનાઈઝ ક્રાઈમ અને સાયબર ક્રાઈમ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાઇબર ક્રાઈમના કેસોમાં ઝડપી કાર્યવાહી માટે મહેકમ વધારવામાં આવશે. ઉપરાંત ટીમને ટેક્નિકલ ટ્રેનિંગ તેમજ જે ઇકવિપમેન્ટની જરૂર હશે તે પ્રોવાઇડ કરી અસરકારક કામગીરી કરવા માટે સજ્જ બનાવાશે.