મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત હોસ્પિટલની પ્રેરણાદાયી પહેલ મોરબી : મોરબીની રાધે હોસ્પિટલ દ્વારા મતદાર જાગૃતિની પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલમાં મતદાન કરનાર દર્દીઓને તા. ૨૩ થી ત્રણ દિવસ વિનામૂલ્યે ઓપીડી કન્સલ્ટન્ટનો લાભ આપવામાં આવનાર છે. લોકસભાની ચૂંટણી આગામી તા. ૨૩ના રોજ યોજાનાર છે. સૌ કોઈ મતદારો મતદાન કરીને લોકસભાના આ મહાપર્વને ઉજવે તે માટે ચૂંટણી તંત્ર કમર કસી રહ્યું છે. ત્યારે મતદાર જાગૃતિના આ અભિયાનમાં તંત્રની સાથે સંસ્થાઓ તેમજ વિવિધ પેઢીઓ પણ જોડાઈને મતદારોને મતદાન આપવા માટે પ્રેરી રહી છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તેવા આશય સાથે મોરબીના શનાળા રોડ પર મહેશ હોટલ સામે આવેલ રાધે એનટી હોસ્પિટલ એન્ડ લેસર સેન્ટર ખાતે મતદાન કરનાર દર્દીઓ માટે તા. ૨૩ થી ૨૫ સુધી વિનામૂલ્યે ઓપીડી કન્સલ્ટન્ટની સુવિધા આપવામાં આવનાર છે. જેનો લાભ લેવા ડો. અલ્પેશ ફેફરે અનુરોધ કર્યો છે. વધુ વિગત માટે ફોન નં. ૦૨૮૨૨ ૨૨૧૨૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news