મોરબીમાં ખેડૂતોને 13600 અને ટંકારાના ખેડૂતોને 11,600 દુષ્કાળ સહાય મળશે

- text


દુષ્કાળ અસરગ્રસ્ત તાલુકાઓ માટે રાહત પેકેજ જાહેર કરતી ગુજરાત સરકાર

મોરબી : રાજ્ય સરકાર દ્વારા અપૂરતા વરસાદને કારણે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓના ખેડૂતો માટે રાહત સહાય જાહેર કરી છે જેમાં મોરબીમાં ખેડૂતોને 13600 અને ટંકારાના ખેડૂતોને 11,600 દુષ્કાળ સહાય મળશે.

મોરબી અને ટંકારાને અછતગ્રસ્ત માટે આર્થિક સહાય અંગેનો પરિપત્ર બહાર પડ્યો છે જેમાં મોરબીના ખેડૂતોને ૧ હેક્ટરના ૬૮૦૦ અને ટંકારા ને ૫૮૦૦ ની મળશે સહાય વધુમાં વધુ ૨ હેક્ટર ની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં સીધા જમા થશે .આ માટે ખેડૂતોએ ૭/૧૨ વાવેતરની ૮અ નંબર અને બેન્ક એકાઉન્ટ ની ઝેરોક્ષ કોપી સાથે તાલુકા પંચાયત નિયત નમૂનામાં કરવાની રહેશે અરજી આગામી ૩૧/૧૨/૧૮સુધી અરજી કરી શકાશે.

- text

ચાલુ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે ખરીફ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યા બાદ ૧૧ જિલ્લાના ૫૧ તાલુકાને ૨૫૦ મિમી થી ઓછા વરસાદ નોંધાયો હોય તેને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ ખેડૂતોની રોષની લાગણી અને રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ૨૫૦થી ૪૦૦ મી મીસુધીના ૪૫ તાલુકાને અધ્ધ અછતગ્રસ્ત જાહેર કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આવા ૪૫ તાલુકાઓને મળવાપાત્ર આર્થિક સહાય અંગેનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં મોરબી જિલ્લાના મોરબી તાલુકા અને ટંકારા તાલુકા નો સમાવેશ થાય છે જ્યારે વાંકાનેર. હળવદ અને માળિયા મિયાણા ૨૫૦ મીમી થી ઓછો વરસાદ નોંધાયો હતો જેથી અછત મા સમાવેશ થયો છે જ્યારે મોરબી અને ટંકારા મા વધુ વરસાદ નોંધાયો હતો જેથી આંશિક આર્થિક સહાય મળશે .જેમા મોરબી તાલુકાને ૧ હેક્ટરના ૬૮૦૦ અને ટંકારા ને ૫૮૦૦ ની આર્થિક સહાય મળશે. વધુમાં વધુ ૨ હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર થશે.

આ માટે અહીંના ખેડૂતોએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે આ માટે ૭/૧૨ વાવેતરની ૮ અ નંબર અને બેન્ક એકાઉન્ટ ની ઝેરોક્ષ કોપી સાથે તાલુકા પંચાયતે આગામી ૩૧/૧૨/૧૮સુધી અરજી કરી શકાશે. તમામ પુરાવા ચકાસણી બાદ ખેડૂતોને આર્થિક સહાય સીધી તેના ખાતામાં જમા થઈ જશે.

- text