માણાબાથી સુલતાનપુર અને ચીખલી સુધી ડામર રોડની હાલત ખખડધજ : તાકીદે રીપેરીંગ કરવાની માંગ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના માણાબા ગામથી સુલતાનપુર તથા ચીખલી ગામ સુધી ડામર રોડ અત્યંત ખખડધજ હાલતમાં છે જેથી આ રોડ તાકીદે રિપેરિંગ કરવા તેમજ રોડની બાજુમાં જંગલ કટિંગ કરવા બાબતે વિશાલનગરના રહીશ વિડજા ભાવેશ અશોકભાઈ દ્વારા માળીયા મામલતદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

- text

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, માણાબા ગામથી સુલતાનપુર તથા ચીખલી ગામ સુધી ડામર રોડમાં મોટા મોટા ખાડા પડેલા છે. તથા રોડની બાજુમાં દેશી બાવળ પણ છે. જેના કારણે માણાબા, સુલતાનપુર અને ચીખલીના ગામજનોને ઘણી મુશ્કેલીઓ પડે છે. અને અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે. ત્યારે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ વહેલાસર રોડ રીપેરીંગનું કામ કરાવવા માંગ કરવામાં આવી છે.

- text