હળવદના બ્રાહ્મણી -2 ડેમની સંરક્ષણ દીવાલમાં ગાબડું પડ્યું 

- text


સિંચાઈ વિભાગ દ્વારા ડેમને કોઈ જ નુકશાન ન થયું હોવાનું સ્પષ્ટ કરાયું, સંરક્ષણ દીવાલનું તાત્કાલિક રીપેરિંગ શરૂ કરાયું 

હળવદ : હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી -2 એટલે કે શક્તિસાગર ડેમની દરવાજા નજીકની સંરક્ષણ દીવાલમાં કોઈ કારણોસર ગાબડું પડી ગયું હોવાનું સામે આવ્યું છે, જો કે, સિંચાઈ વિભાગના અધિકારીએ આ ગાબડાંથી ડેમને કોઈ નુકશાન થયું ન હોવાનું જણાવી તાત્કાલિક અસરથી આ ગાબડું રીપેર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

- text

હળવદ તાલુકામાં આવેલ શક્તિસાગર બ્રાહ્મણી -2 ડેમના દરવાજા નજીક આવેલ સપોર્ટ માટેની સંરક્ષણ દીવાલમાં કોઈ કારણોસર ગાબડું પડી ગયું હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ આ દીવાલમાં નુકશાન અંગે બ્રાહ્મણી -2 ડેમના અધિકારી સોનગરાએ જણાવ્યું હતું કે, ડેમમાં કોઈ નુકશાન થયું નથી અને આ દીવાલને રીપેરીંગ માટેની કાર્યવાહી હાલ ચાલુ હોવાનું તેમને જણાવ્યું હતું.

- text