મોરબી, માળિયા અને હળવદમાં રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મોરબી, માળિયા અને હળવદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં ભર ભાદરવે ભરપૂર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયા બાદ આજે રાત્રીના સમયે પણ ફરી વરસાદ શરૂ થયો છે. મોરબી અને માળિયામાં હાલ ભારે પવન સાથે વરસાદ શરૂ છે. હળવદમાં પણ રાત્રે 8:40થી સતત વરસાદ પડી રહ્યો છે. જ્યારે ટંકારામાં હાલ સુધી વરસાદ નથી. પણ ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ સર્જાયું છે.

- text

- text