મોરબીની બુનિયાદી કન્યા પ્રા. શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

- text


મોરબી : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, મોરબી તેમજ બી.આર.સી. ભવન- મોરબી દ્વારા મોરબના મણિમંદિર પાસે આવેલી બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા ખાતે આજે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે તારીખ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની શરૂઆત થઈ હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 72 જેટલાં બાળ વૈજ્ઞાનિક દ્વારા 36 વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આશરે 150 જેટલી શાળાએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો અને 5000 જેટલાં મુલાકાતીઓએ આ વિજ્ઞાન મેળાને માણ્યો હતો.

કૃતિમાં હોસ્પિટલ વોર્ડ બોયનો પ્રયોગ કે જેમાં પેશન્ટને બાટલાનો સમય પૂરો થતા આપમેળે જાણ થાય એ તથા આગને ડિટેક્ટ કરીને આગને બુઝાવતું ફાયર ફાઇટર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત પાણી શુદ્ધિકરણ, કુદરતી ખાતરથી ખેતી, ટ્રાફિક નિવારણ અને પ્રદુષણ ઓછું કરવા માટેના પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા.

- text

- text