મોરબીના શનાળા નજીક હોટલ પાસે મિસફાયરિંગની ઘટના : એકને ઇજા 

- text


હોથલ હોટલ પાસે મિત્ર પાસે રહેલું હથિયાર જોવા જતા ફાયરિંગ થયાની ચર્ચા

મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ એક હોટલે બેઠેલા મિત્રો હથિયાર જોતા હતા ત્યારે ફાયરિંગ થતા એક વ્યક્તિને ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે જેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું અને સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી એક વ્યક્તિને ગિરફતમાં લીધાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા પાસે આવેલ હોથલ હોટેલ પાસે ચારેક મિત્રો બેઠા હતા ત્યારે એક વ્યક્તિ પાસે બંદૂક જેવું હથિયાર હોય અન્ય મિત્રએ આ હથિયાર જોવા લીધું હતું ત્યારે અચાનક ફાયરિંગ થતા મજાક મજાકમાં થયેલ ફાયરિંગથી મહિપતસિંહ નામના વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બનાવ સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી એક વ્યક્તિને ગિરફતમાં લીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text