ટંકારા તાલુકા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં હિરાપર શાળાની કૃતિ પ્રથમ ક્રમે પસંદગી પામી

- text


ટંકારા : વિદ્યાર્થીઓમાં નાનપણથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તે માટે જીસીઈઆરટી-ગાંધીનગર દ્વારા દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં સહયોગથી દર વર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે ટંકારા તાલુકા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ ચારમાં રજૂ થયેલી હિરાપર પ્રાથમિક શાળાની કૃતિ ‘ઇકો ફ્રેન્ડલી એજ્યુકેશન સિસ્ટમ’ પ્રથમ ક્રમાંકે પસંદગી પામી હતી.

વર્તમાન સમયમાં કાગળનો ઉપયોગ બેફામ વધ્યો છે. જેના લીધે દરરોજ હજારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે. ત્યારે હિરાપર શાળાનાં વિદ્યાર્થીઓ સારેસા છાયા અને સારેસા આરતીએ તેમના શિક્ષક બેચરભાઈ ગોધાણીનાં માર્ગદર્શન હેઠળ શિક્ષણની અને મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયાને પેપરલેસ બનાવી બાળકેન્દ્રી અભિગમ દ્વારા બાળકો રમતા રમતા અભ્યાસક્રમનાં લક્ષ્યાંકો હાંસલ કરે તે માટે વિસ્તૃત સમજ આપતી કૃતિ રજૂ કરી હતી. આ કૃતિને નિર્ણાયકો દ્વારા ટંકારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ ક્રમે પસંદ કરવામાં આવી હતી.

- text

- text