વાંકાનેર અને માળીયા મિયાણામા વરલી મટકા અને નોટ નંબરી રમતા ચાર પકડાયા

- text


વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસ ટીમ દ્વારા જુગારીઓ ઉપર તવાઈ બોલી રહી છે ત્યારે વાંકાનેર અને માળીયા મિયાણા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં નોટ નંબરી અને વરલી મટકાનો જુગાર રમતા ચાર આરોપીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ કાર્યવાહીમા વાંકાનેર સીટી પોલીસે લીંબાળા ધાર બસ સ્ટેશન પાસેથી આરોપી ઉસ્માન હુસેનશા શેખ રહે.ટંકારા અને નાસિર મહેમુદ શેખ રહે.ગારીયા તા.વાંકાનેર વાળાને નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ 1130 રોકડા ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ ઉપર વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા આરોપી અસરફ કરીમભાઈ શેખ રહે.ગારીયા વાળાને રોકડા રૂપિયા 620 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામના જુના બસસ્ટેન્ડ પાસેથી આરોપી ભરત જગજીવનભાઈ કૈલા રહે.લુહાર શેરી, ખાખરેચી ગામ વાળાને રોકડા રૂપિયા 430 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text