મોરબીના નાની વાવડી ગામે રહેણાંકમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

- text


તાલુકા પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને પકડી પાડયા

મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ સાત જુગારીઓને જુગાર રમતા પકડી પાડયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાનાં નાની વાવડી ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે આરોપી મનસુખભાઇ નાથાભાઇ પડસુંબિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલા આરોપ મનસુખભાઇ નાથાભાઇ પડસુબીયા, પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વસીયાણી, રામભાઇ બાબુભાઇ ઝીલરીયા, દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા, ચંદુલાલ નરસીભાઇ સંઘાણી, રમેશભાઇ હર્ષદભાઇ કુંભારવાડીયા અને ભુપતભાઇ મોહનભાઇ ગોગરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 65,500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી

- text

- text