પીપળીયા ચાર રસ્તા નજીક ફેકટરીમાં લાગેલી આગ 7 કલાકે પણ યથાવત

- text


હજુ આગ બુઝાવવામાં મોડી રાત થઈ જાય તેવી શકયતા : 7 ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ  

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેકે ફેકટરીમાં લાગેલી આગ હજુ 7 કલાકે પણ કાબુમાં આવી નથી. હજુ આ આગને બુઝાવવામાં મોડી રાત થઈ જાય તેવી શકયતા સેવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકા વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ રોયલ પોલીપેક ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો કોલ આવતા મોરબી નગરપાલિકાની તમામ ફાયર ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી હતી પરંતુ આગ વધુ વિકરાળ મેજર ફાયર કોલ જાહેર કરી જામનગર, કાલાવડ, રાજકોટ, હળવદ, માળીયા અને મોરબીથી 2 ફાયર બ્રિગ્રેડ વ્હીકલ મળી કુલ 7 વ્હીકલ કામે લગાવવામાં આવ્યા છે. વધુમાં કલેકટર અને પ્રાંત સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાએ બનાવ વિશે જણાવ્યું કે હાલ આગ બપોરે 12:30 આસપાસ લાગી હતી. હાલ આગ બુઝાવવાના પ્રયાસ ચાલુ છે. હજુ 2થી 3 કલાક જેટલો સમય લાગે તેમ છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. વધુમાં તેઓએ ઉમેર્યું કે મોરબી માટે નવું ફાયર સ્ટેશન મંજુર થઈ ગયું છે. જેનું સ્થળ પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાસે જ રાખવામાં આવશે. જેથી આગના બનાવમાં ત્વરિત કાર્યવાહી થઈ શકે.

- text

- text