ટંકારાના દિવ્યાંગ રિક્ષા ચાલકની ઈમાનદારી, મુસાફરનું રૂપિયા ભરેલું પાકિટ પરત કર્યું

- text


ટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના દિવ્યાંગ રિક્ષા ચાલક નરસીભાઈ વરણે મહિલા મુસાફરને પોતાની રિક્ષામાં ભુલી ગયેલું રોકડ રૂપિયા ભરેલું પાકિટ પરત કરીને માનવતાની સુવાસ ફેલાવી છે.

નાના ખીજડીયા ગામના દિવ્યાંગ રિક્ષા ચાલક નરસીભાઈ ભીખાભાઈ વરણ દરરોજની જેમ રિક્ષા લઈને પેટીયું રળવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન આજે 26 સપ્ટેમ્બરે ટંકારા ખાતે આવેલી ચંગાલપીર દરગાહમાં આવેલા મહિલા મુસાફરોમાંથી એક મહિલા રૂપિયા ભરેલું પાકિટ રિક્ષામાં ભૂલાઈ ગયું હતું. આ વાતની જાણ રિક્ષા ચાલક નરસીભાઈ વરણને થતાં તેમણે પાકિટના મૂળ માલિક મહિલાને શોધીને તેમને પાકિટ પરત કર્યું હતું. જે બદલ મહિલાએ પણ રિક્ષાચાલક નરસીભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે, નરસીભાઈ વરણ દ્વારા અગાઉ પણ ચારેક મુસાફરોના પાકિટ આ રીતે પરત કરવામાં આવ્યા છે. આમ રિક્ષા ચાલક નરસીભાઈ ખરા અર્થમાં ઈમાનદારીની મિસાલ સમાન છે.

- text

- text