હળવદ પંથકમાં ટ્રાન્સફોર્મરમાં લંગર નાખી વીજચોરી કરતા ત્રણ કારખાનેદારને ઝડપાયા

- text


GUVNL તંત્ર દ્વારા 2 કરોડ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

હળવદ : શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી કરનાર તત્વો સામે GUVNL તંત્ર આકરા પગલાં ભરી રહ્યું છે. તેમાં કોઈ પણ ચમરબંધીને બક્ષવામાં નહિ આવે તેવી વ્યવસ્થા સાથે GUVNL ના ADGP તથા સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયરની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તા. 21 ઓગસ્ટની રાત્રે GUVNLના વિજિલન્સ અધિકારીઓએ પોલીસ સ્ટાફ સાથે વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વીજ ચેકીંગ દરમિયાન તાલુકાના મેરૂપર તથા સુંદરગઢ ગામ ખાતે આવેલા લાભ મિનરલ્સ, લાભ ઇન્ડસ્ટ્રીઝ તથા ઉમા મિનરલ્સ નામના કારખાનામાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા ટ્રાન્સફોર્મરમાં લંગર મારી મીટરને બાયપાસ કરી વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્રણેય કારખાનામાં મીટર તથા ટી.સી. ઉતારી લેવામાં આવ્યું હતું અને ત્રણેય કારખાનાના માલિકોને 2 કરોડ 12 લાખ રૂપિયાના વીજ બિલ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text

વધુમાં આ બાબતે PGVCL કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય કારખાનાના માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. વીજ ચેકીંગમાં અધધધ દંડની રકમની વાત પંથકમાં વાયુ વેગે પ્રસરી હતી તેથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

- text