મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધ ઉપર ઉલ્ટીના બહાને 20 હજારની તફડંચી

- text


પોસ્ટ ઓફિસ નજીક હળવદના વૃદ્ધને ગઠિયો ભટકી ગયો

મોરબી : મોરબી શહેરની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વૃદ્ધને પેસેન્જરના સ્વાંગમાં ગઠિયો ભટકાઈ જતા ઉલ્ટી કરવાને બહાને ખિસ્સામાંથી 20 હજાર તફડાવી લેતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વસંતપરામાં રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ ઉ.79 રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષામાં બેઠેલા પેસેન્જરે ઉલ્ટી કરવાને બહાને વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 20 હજાર સેરવી લેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા રિક્ષાચાલક તેમજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text