અમને ગર્વ છે અમે અહીં ભણ્યા ! મોરબીની વીસી હાઇસ્કૂલની મુલાકાત લેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ

- text


એડમિશન ફૂલ થઇ જતા 1978ની પ્રથમ સાયન્સ બેચના વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત

મોરબી : આજના સમયમાં લોકો પોતાના બાળકોને સરકારીને બદલે ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાંનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ મોરબીમાં આવેલી ધ વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલ સરકારી હોવા છતાં સારા શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાઈનો લગાવતા હોવાથી એડમિશન ફૂલ થઇ જતા આ બાબતનું ગૌરવ શાળામાં ભણી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે અને આ ગૌરવની ક્ષણે વર્ષ 1978ની બેચના શિક્ષક અને વિદ્યાર્થીઓએ હાઇસ્કૂલની શુભેચ્છા મુલાકાત લઇ ભૂતકાળને વાગોળ્યો હતો.

- text

મોરબીના મણિમંદિર નજીક આવેલ ધ વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલમાં આ વર્ષે પણ એડમિશન ફૂલ થઇ જતા 1978ની સાયન્સની પ્રથમ બેચના વિદ્યાર્થીઓએ ગૌરવની લાગણી અનુભવીને સૌ સાથે મળી હાઈસ્કૂલના સુકાનીઓને અભિનંદન પાઠવવા માટે રૂબરૂ દોડી આવ્યા હતા. જેમાં શાળાના 1978ની આ બેચના ભૂતપૂર્વ શિક્ષક વાય.એમ.આડેસરા સાથે એ જ બેચના વિદ્યાર્થીઓમાં ડો.. જયંતિભાઈ ભાડેસીયા, ડો. અનિલભાઈ મહેતા, યોગેશભાઈ પટેલ, હરેશભાઇ સોરીયા, કરશનભાઇ કોટડીયા, ઈન્દુભાઈ રાણપરા, દિલીપભાઈ સોલંકર, પ્રવીણભાઈ વ્યાસ સૌ સાથે મળી અને પુસ્તક અને પુષ્પગુચ્છ વડે શાળાના હાલના ઇન્ચાર્જ આચાર્ય જે.પી.પડસુંબીયા તથા સુપરવાઈઝર બી.સી.એરડીયાને એમની સારી કામગીરી માટે અભિનંદન પાઠવી શાળાકાળના સંભારણા વાગોળ્યા હતા.

- text