માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં મોરબીની નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ચમક્યા

- text


મોરબી : શ્રી સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિર્મલ વિદ્યાલય મોરબી અને સેન્ટરપોઈન્ટ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાજ્ય પરોક્ષ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24માં મેરીટમાં સ્થાન મેળવી શિષ્યવૃત્તિ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

- text

મોરબી શહેરી વિસ્તારમાંથી ગોપાણી સૃષ્ટિએ 200 માંથી 175 માર્કસ, મેરજા મિતએ-173, અંદરપા ક્રિષ્નએ – 160, કંઝારીયા પ્રાર્થનાએ – 156, કાસુન્દ્રા હેતએ – 156, માકડીયા ધારાએ – 155, ગામી સુજલએ – 153 અને સદાતીયા ધ્રુવીએ – 151 આમ કુલ 9 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવ્યું છે. જે બદલ નિર્મલ વિદ્યાલય પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

- text