ટંકારા પંથકમાં મેઘરાજાની સટાસટી : સાવડીમાં નદીના પુરમાં ફસાયેલા 2 લોકોનું રેસ્કયુ

- text


ટંકારા નગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસ્યો 

ટંકારા : ટંકારા પંથકમાં મેઘરાજાએ સાંજના સમયે સટાસટી બોલાવી છે. જેને કારણે નદી- નાળામાં પાણીની સારી આવક થઈ છે. બીજી તરફ સાવડીમાં નદીના પુરમાં ફસાયેલા બે લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

- text

ટંકારા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં આજે સાંજના સુમારે વરસાદ શરૂ થયો હતો. ટંકારામાં સરકારી ચોપડે એક ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત ટંકારાના સાવડી ગામે નદીની સામે પાર ખેતરમાંથી પરત ફરતા બે લોકો નદીના પટ્ટમાં એક ઉચાઈવાળા ટેકરા ઉપર ફસાઈ ગયા હતા. ચારેબાજુ પાણીનો ધસમસતા પ્રવાહ વચ્ચે આ બન્ને યુવક મદદની રાહ જોઈ રહ્યા હતા. પાણીનો પ્રવાહ થોડો ઘટતા સ્થાનિકોની મદદથી બન્ને યુવકો સલામત રીતે બહાર નીકળી ગયા હતા. હજુ પણ સામેપાર ખેતરોમાં 4થી 5 લોકો હોવાની શક્યતા છે. જે પાણી ઉતર્યા બાદ ઘરે પરત ફરશે તેવા અહેવાલ મળી રહ્યા છે.

- text