ટંકારાના નેસડા સુરજી ગામે બાઇક ઉપર જતા બે લોકો તણાયા, ગ્રામજનોએ બચાવ્યા

- text


ટંકારા : ટંકારાના નેસડા સુરજી ગામે ભારે વરસાદને કારણે તમામ નાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. તેવામાં સાંજે એક પુલ ઉપરથી પાણી જતું હોય તે વેળાએ બાઇક ઉપર નીકળેલા બે લોકો પાણીના ધસમસતા પ્રવાહને કારણે તણાઈ ગયા હતા. જો કે પુલની બીજી તરફ પાણી ઓછું હોય ગ્રામજનોએ બન્ને લોકોને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત ઓટાળા ગામે પણ નદી બે કાંઠે વહેતા એક વૃદ્ધ ફસાયા હતા. જો કે બાદમાં ગ્રામજનોએ તેઓને હેમખેમ બહાર કાઢ્યા હતા.

- text

- text