હળવદમાં નોનવેજની દુકાનોમાં પાલિકાની તપાસ : 5 મરઘી કબ્જે કરી પાંજરાપોળમાં મોકલાઈ

- text


હળવદ : હળવદ નગરપાલિકા દ્વારા લાયસન્સ વગર નોનવેજનું વેચાણ થતું હોય તેવી જગ્યાઓ ઉપર તપાસ હાથ ધરી 5 જીવિત મરઘી કબ્જે કરી તેને પાંજરાપોળને સોંપી દીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ નગરપાલિકા દ્વારા FSSAI લાયસન્સ વગર ઈંડા, માસ, મટન, મરઘાંનું ગેરકાયદે વેચાણ થતું હોય તેવી જગ્યાઓએ તપાસણી કરી 5 જીવિત મરઘીઓ,1 મૃત મરઘી,અખાદ્ય ઇંડાઓ જપ્ત કરાયા હતા. જેમાં 5 જીવિત મરઘીઓને પાંજરાપોળ ખાતે મોકલી અપાઈ તેમજ અન્યનો નાશ કરવામાં આવ્યો.આ ઉપરાંત આગામી સમયમાં જે ગેરકાયદે દબાણ કરી આવી પ્રવૃતિઓ કરવામાં આવે છે તે જગ્યાઓ દિન-૨માં ખાલી કરવા પણ જાણ કરાઈ હતી.દિન-૨માં જગ્યાઓ ખાલી કરવામાં નહિ આવે તો નગરપાલિકા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેવું જણાવાયુ હતું.

- text

- text